આલ્કોહોલ અને કેફી પદાર્થનું વ્યસન સમાજને પજવતા ગંભીર પ્રશ્નોમાંનો એક છે. દર વર્ષે આવા વ્યસનીઓની સંખ્યા વધે છે અને વધુ ને વધુ લોકો એમનું જીવન ગુમાવે છે. વ્યસનનો શિકાર બનતા લોકો એમના પોતાના જ મન પરનો તેમજ સાથોસાથ શરીર પરનો અંકુશ ખોઈ બેસે છે. આવા વ્યસનીઓને એમની સમસ્યામાંથી છૂટકારો મેળવવામાં મદદરૂપ થાય છે આલ્ફા હીલિંગ સેન્ટર જે ગુજરાતના વડોદરા શહેરમાં આવેલું છે અને ભારતમાં અગ્રગણ્ય હોલિસ્ટિક હીલિંગ સેન્ટરોમાંનું એક છે.
AHC માં 9136783804 નંબર પર સેન્ટર ખાતેના કોઓર્ડિનેટર્સ તથા કાઉન્સેલર્સનો પણ સીધો સંપર્ક કરી શકાય છે.
વ્યસનની માઠી અસર માત્ર એ વ્યક્તિ પર થાય છે એવું નથી, એનાં પરિવારજનોનું જીવન પણ તાણભર્યું બની જાય છે.
યોગ્ય અને સમયસર સારવાર-ઉપચાર મળે તો ઘણા વ્યસનીઓનાં જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. વ્યસન નિયંત્રણ અને સારવાર પદ્ધતિઓ લાંબા ગાળે ઉપયોગી થાય છે, વળી એમની ઘણી મર્યાદાઓ પણ રહેલી છે. તેથી કોઈ અલગ પ્રકારનો અભિગમ અપનાવવાની જરૂર છે.
અને અહીંયા જ આવશ્યક્તા છે સંપૂર્ણ (હોલિસ્ટિક) સ્વાસ્થ્યપ્રદ ઉપચારની. હોલિસ્ટિક ઉપચારમાં વ્યક્તિનો માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય ઉપચાર કરીને એને વ્યસનની ચુંગાલમાંથી છૂટવામાં મદદરૂપ થવામાં આવે છે.
એ માટે પ્રમાણ-આધારિત થેરાપીઝ અને વેલનેસ કાર્યક્રમો દ્વારા વ્યક્તિની જીવનશૈલીને સુધારવામાં આવે છે. એને તાણ કરાવતી બાબતોને ઓળખીને એને તેમાંથી રચનાત્મક રીતે છૂટકારો અપાવવામાં આવે છે.
કેફી પદાર્થો અને આલ્કોહોલનું વ્યસન છોડાવવા માટે આલ્ફા હીલિંગ સેન્ટરમાં અત્યંત અસરકારક સર્વગ્રાહી ઉપચારપદ્ધતિઓ દ્વારા સકારાત્મક અસર લાવવામાં આવે છે અને ઘણાયની જિંદગીમાં આમુલ પરિવર્તન લાવવામાં આવે છે.
જ્યાં વિવિધ પ્રકારના વ્યસન અને બીમારીઓની શિસ્તબદ્ધ રીતે અને પ્રમાણ-આધારિત થેરાપીઝ વડે સારવાર કરવામાં આવે છે. આલ્કોહોલ વ્યસન , કેફી પદાર્થનું વ્યસન , ડીપ્રેશન , માનસિક આઘાત અને PTSD સારવારમાં સફળતાનો દર ઘણો ઊંચો છે. આ સેન્ટરમાં 14-દિવસનો ધૂમ્રપાન અને તમાકુનું વ્યસન છોડાવવા માટેનો પરિણામલક્ષી કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે , જેમાં સંપૂર્ણ સારવાર ઉપરાંત કાઉન્સેલિંગ, સંતુલિત આહાર, મનને પ્રફુલ્લિત કરે એવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેથી દર્દીઓ ઝડપથી સાજા થઈ શકે.
આલ્ફા હીલિંગ સેન્ટરની વિશેષતા જુઓ આ વિડિયોમાંઃ
આ કેન્દ્રમાં ISO માન્યતાપ્રાપ્ત રીહેબિલિટેશન સુવિધા ઉપલબ્ધ છે, જે વ્યસન-મુક્તિ અને પુનર્વસન કાર્યક્રમોમાં વિશિષ્ટતા ધરાવે છે. આ કેન્દ્ર ઓર્ગેનિક ફાર્મિંગ, ઈન્ડોર તથા આઉટડોર રમતગમતો, સ્પા અને મસાજ, યોગા રૂમ ફિટનેસ સેન્ટર, સ્વિમિંગ પૂલ જેવી અત્યાધુનિક આનંદપ્રદ સુવિધાઓથી સંપન્ન છે. વળી, મહિલાઓ માટે અલગ ઝોન છે જ્યાં ચોવીસે કલાક મહિલા સુરક્ષાકર્મીઓ તહેનાત હોય છે.
AHCમાં વ્યક્તિગત રીતે ઉપચાર કરવામાં આવે છે અને કાળજી લેવામાં આવે છે. અહીં દર્દીઓની માત્ર બીમારી દૂર કરાય છે એટલું જ નહીં, પણ તેઓ અત્યાધુનિક પ્રમાણ-આધારિત થેરાપીઝ દ્વારા વ્યસનથી છુટકારો મેળવે એ રીતે એમની સારવાર કરવામાં આવે છે. નિષ્ણાતો દ્વારા કસ્ટમાઈઝ સારવાર અને સુખાકારી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે જેમાં દર્દીઓની જરૂરિયાતોનું ધ્યાન રખાય છે. આમાં આંશિક કાળજી કાર્યક્રમ, ઈન્ટેન્શિવ અને ટ્રેડિશનલ રેસિડેન્શલ પ્રોગ્રામનો સમાવેશ થાય છે. રેસિડેન્શલ પ્રોગ્રામ્સ 8-12 અઠવાડિયા જેટલા લાંબા હોય છે.
AHCમાં ક્વાલિફાઈડ અને અનુભવી સાઈકિયાટ્રિસ્ટ્સ, ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ્સ, ઓક્યૂપેશનલ થેરપિસ્ટ્સ, હિપ્નોથેરપિસ્ટ્સ, ડાયટિશન્સ, આર્ટ અને મ્યુઝિક થેરપિસ્ટ્સ, યોગ શિક્ષકો અને કાઉન્સેલર્સની સેવા ઉપલબ્ધ છે.
AHC માં 1800-102-0489 ટોલ-ફ્રી નંબર પર ફૂલ-ફ્લેજ્ડ 24X7 કસ્ટમર કેર ઉપલબ્ધ છે. તે ઉપરાંત, 9136783804 / 7490023387 નંબરો પર સેન્ટર ખાતેના કોઓર્ડિનેટર્સ તથા કાઉન્સેલર્સનો પણ સીધો સંપર્ક કરી શકાય છે.
તો નોંધી લો આલ્ફા હીલિંગ સેન્ટરનું ઈમેલ એડ્રેસ અને સરનામું…
અમને આ એડ્રેસ પર ઈમેલ કરી શકો છોઃ info@alphahealingcenter.in
આલ્ફા હીલિંગ સેન્ટર ઈન્ડિયા (વ્યસન-મુક્તિ, પુનર્વસન કેન્દ્ર)
ગામ નારુકોટ, પાવાગઢ-જાંબુઘોડા રોડ, ડોન બોસ્કો શાળા નજીક, તાલુકોઃ જાંબુઘોડા, જિલ્લોઃ વડોદરા, ગુજરાત – 389390
આલ્ફા હીલિંગ સેન્ટરમાં રીક્રિએશનલ સુવિધાઓની તસવીરી ઝલક…