ગાંધીનગર: શહેરમાં એક વ્યક્તિમાં ઝીકા વાયરસના લક્ષણો દેખાતા તેમનું સેમ્પલ પૂણેની લેબમાં મોકલવામાં આવ્યું હતું. આ સેમ્પલ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ઝિકા વાયરસનો કેસ નોંધાતા ગાંધીનગર મનપાનું આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. જે વિસ્તારમાં કેસ નોંધાયો છે ત્યાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. એડિસ મચ્છરથી ઝીકા વાયરસ ફેલાતો હોય છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 5 ઝીકા વાયરસના કેસ નોંધાયા છે.આ બાબતે ડોકટરનું કહેવું છે કે,સેક્ટર-5માં રહેતા 75 વર્ષીય વડીલમાં ઝીકા વાયરસના લક્ષણો જણાયા હતા. આથી તેમનું સેમ્પલ પૂણેની લેબમાં મોકલાયું હતું. લેબના રિપોર્ટમાં ઝીકા પોઝિટિવ આવ્યો છે. હાલ દર્દીની સ્થિતિ સારી છે. દર્દીની હાલત સ્થિર હોવાથી તેમને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે. જો કે એન્ટી લારવા, ફોગીંગ અને ફીવર સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.