કશ્મીરના ટ્યૂલિપ ગાર્ડનમાં 15 લાખ ફૂલ ખીલ્યાં; સ્વયં મોદીએ તસવીરો શેર કરી…

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરનું ટ્યૂલિપ ગાર્ડન સ્થાનિક લોકો તથા દેશ-વિદેશના પર્યટકો માટે આકર્ષણ તથા જોવાલાયક સ્થળ ગણાય છે. આની અદ્દભુત તસવીરો સ્વયં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર શેર કરી છે.

મોદીએ લખ્યું છે કે ઝબરવાન પર્વતમાળાની તળેટીમાં આવેલા રોયલ-ભવ્ય ટ્યૂલિપ ગાર્ડનમાં જુદી જુદી 64 વેરાયટીઓના 15 લાખથી વધારે ફૂલો ખીલ્યા છે. આ ગાર્ડન 25 માર્ચના ગુરુવારથી મુલાકાતીઓ-પર્યટકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. જમ્મુ-કશ્મીરમાં પર્યટન ક્ષેત્રને ઉત્તેજન આપવા કેન્દ્ર સરકાર તમામ પ્રયાસો કરી રહી છે, કારણ કે આ ક્ષેત્ર મોટી સંખ્યામાં લોકોને રોજગાર પૂરા પાડે છે.

જમ્મુ અને કશ્મીરના પર્યટન વિભાગે પણ ટ્યૂલિપ ગાર્ડનનો સરસ વિડિયો સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો છે અને લોકોને પરિવાર તથા મિત્રોસહ આ ગાર્ડનની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું છે.

(તસવીર સૌજન્યઃ નરેન્દ્ર મોદી ટ્વિટર)