PFમાં વાર્ષિક પાંચ લાખ સુધી રોકાણ ટેક્સ-ફ્રી

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે નોકરિયાત લોકોને મોટી રાહત આપી છે. સરકારે પ્રોવિડન્ટ ફંડ (PF)માં ટેક્સ ફ્રીની વાર્ષિક મર્યાદા રૂ. અઢી લાખથી વધારીને રૂ. પાંચ લાખ કરી દીધી છે. જોકે આ રાહત એવા કેસોમાં આપવામાં આવશે, જેમાં માત્ર કર્યમચારીઓ દ્વારા યોગદાન આપવામાં આવતું હોય. જે PF અકાઉન્ટમાં કર્મચારી અને કંપની દ્વારા યોગદાન આપવામાં આવતું હશે, એમાં રાહત રૂ. અઢી લાખ સુધીની મર્યાદા લાગુ રહેશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને આ વર્ષે એક ફેબ્રુઆરી, 2021એ રજૂ કરેલા બજેટમાં નાણાકીય વર્ષ 2021-22થી PF અકાઉન્ટમાં વાર્ષિક રૂ. અઢી લાખથી વધુના યોગદાન પર ટેક્સ લગાવવાનું એલાન કરવામાં આવ્યું હતું.

નાણાપ્રધાનની આ ઘોષણા કંપની અથવા માલિક દ્વારા કરવામાં આવતા યોગદાનને સામેલ નથી કરવામાં આવ્યું. નાણાપ્રધાને બજેટ ભાષણમાં કહ્યું હતું કે PF પર મળતા વ્યાજ પર લગાવવામાં આવેલા ટેક્સ પ્રસ્તાવથી માત્ર એક ટકા PFધારકો પર અસર પડશે. તેમનું કહેવું છે કે 99 ટકા PF એકાઉન્ટહોલ્ડર્સનું વાર્ષિક યોગદાન રૂ. અઢી લાખથી ઓછું છે. મંગળવારે નાણાપ્રધાને નાણા વિધેયક 2021 પર લોકસભામાં જવાબ આપતાં PFમાં ટેક્સ ફ્રીનું યોગદાનની વાર્ષિક મર્યાદા વધારીને રૂ. પાંચ લાખ કરવાની જાહેરાત કરી હતી.  

નાણાં વિધેયક 2021 સંશોધન પસાર

સરકારે લોકસભામાં પસાર કરેલા નાણાં વિધેયક 2021માં આ સંશોધન કર્યા છે. સરકારે વોલિન્ટિયરી પ્રોવિડન્ટ ફંડ એટલે કે VPF પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPFમાં રોકાણ કરવાવાળા લોકોને મળશે.