ફિફા વર્લ્ડ કપઃ જર્મનીનો સ્વીડન પર વિજય…

Toni Kroos snatches late win for Germany
રશિયામાં રમાતી ફૂટબોલ વર્લ્ડ કપ-2018 સ્પર્ધામાં 23 જૂન, શનિવારે ગ્રુપ-Fની મેચમાં સ્વીડનને 2-1થી હરાવીને ગઈ વેળાના ચેમ્પિયન જર્મનીએ નોકઆઉટ તબક્કામાં પહોંચવાનો પોતાનો પડકાર જીવંત રાખ્યો છે. સ્વીડનના ઓલા ટોઈવોનને 32મી મિનિટે ગોલ કર્યો હતો. હાફ-ટાઈમ વખતે સ્કોર સ્વીડનની તરફેણમાં 1-0 હતો. બીજા હાફમાં જર્મન ખેલાડીઓએ વળતી લડત આપી હતી અને 48મી મિનિટે માર્કો રીયુસે ગોલ કર્યો હતો. મેચ ડ્રોમાં પરિણમશે એ નિશ્ચિત હતું ત્યાં 90 મિનિટના ફૂલ-ટાઈમ બાદ ઈન્જરી ટાઈમની પાંચમી અને મેચની છેલ્લી મિનિટે ટોની ક્રૂસે ફ્રી કિક દ્વારા ગોલ કરીને જર્મનીને સરસાઈ અપાવી હતી અને મેચ જિતાડી આપી હતી. ક્રૂસને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો. જર્મની જો આ મેચ જીત્યું ન હોત તો સ્પર્ધાના ગ્રુપ સ્ટેજમાં જ બાકાત થઈ જવાની બદનામી ભોગવવી પડી હોત. ગ્રુપમાં હવે સ્વીડન અને જર્મની 3-3 પોઈન્ટ સાથે સમાન છે. મેક્સિકો 6 પોઈન્ટ સાથે મોખરે છે. સાઉથ કોરિયા હજી એકેય મેચ જીત્યું નથી. જર્મનીની છેલ્લી ગ્રુપ મેચ સાઉથ કોરિયા સામે અને સ્વીડનની છેલ્લી મેચ મેક્સિકો સામે છે.

Toni Kroos snatches late win for Germany
ટીમને જિતાડનાર ટોની ક્રૂસને શાબાશી આપતા કોચ જોકીમ લોવ

Toni Kroos snatches late win for Germany
મેન ઓફ દ મેચ ટોની ક્રૂસ

Toni Kroos snatches late win for Germany Toni Kroos snatches late win for Germany

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]