અફઘાનિસ્તાન પર ભારતનો 11-રનથી વિજય…

ભારતીય ક્રિકેટ ટીમે 22 જૂન, શનિવારે સાઉધમ્પ્ટનમાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 લીગ મેચમાં અફઘાનિસ્તાનને 11-રનથી પરાજય આપ્યો હતો. આખરી સ્કોરઃ ભારત 224-8 (50), અફઘાનિસ્તાન 213 (49.5). ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ મેચમાં હેટ-ટ્રિક લીધી હતી. એણે કુલ 40 રનમાં 4 વિકેટ લીધી હતી. અન્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો. ભારતના દાવમાં કેપ્ટન વિરાટ કોહલી 67 રન સાથે ટોપ સ્કોરર રહ્યો હતો. સ્પર્ધામાં ભારતનો આ ચોથો વિજય છે. ભારતની એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. પોઈન્ટ્સ ટેબલમાં ભારત હવે ત્રીજા સ્થાને આવી ગયું છે.