ભારત 187 રનમાં ઓલઆઉટ…

જોહનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમમાં 24 જાન્યુઆરી, બુધવારથી દક્ષિણ આફ્રિકા સામે શરૂ થયેલી ત્રીજી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચમાં પહેલા જ દિવસે ભારતનો પહેલો પૂરો થઈ ગયો. ભારતીય ટીમ 76.4 ઓવર જ રમી શકી અને 187 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. કેપ્ટન વિરાટ કોહલીએ 54, ચેતેશ્વર પૂજારાએ 50 અને ભૂવનેશ્વર કુમારે 30 રનનું યોગદાન આપ્યું. દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર કેગીસો રબાડા 3 વિકેટ લઈને તેની ટીમનો સૌથી સફળ બોલર રહ્યો હતો. મોર્ની મોર્કેલ, વર્નન ફિલેન્ડર અને એન્ડીલ ફેલુવેયોએ વ્યક્તિગત બે વિકેટ ઝડપીને ભારતનો પહેલો દાવ વહેલો આટોપી લેવામાં ભૂમિકા ભજવી હતી. ભારત સિરીઝ 0-2થી ગુમાવી ચૂક્યું છે.