T20 મુંબઈ લીગ ક્રિકેટ સ્પર્ધાનું ઉદઘાટન…

મુંબઈમાં 10 માર્ચ, શનિવારે T20 મુંબઈ લીગ ક્રિકેટ સ્પર્ધાની પ્રથમ આવૃત્તિના ઉદઘાટન પ્રસંગે બોલીવૂડ કલાકારો – સોનાલી બેન્દ્રે, શ્રેયલ તલપડેએ મનોરંજક પરફોર્મન્સમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે દંતકથાસમા ભૂતપૂર્વ ક્રિકેટર સચીન તેંડુલકર પણ ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત આ સ્પર્ધા રવિવાર, 11 માર્ચથી શરૂ થશે. એમાં કુલ 6 ટીમ ભાગ લેશે. છ ટીમ છે – નોર્થ મુંબઈ પેન્થર્સ, આર્ક્સ અંધેરી, નમો બાન્દ્રા બ્લાસ્ટર્સ, શિવાજી પાર્ક લાયન્સ, સોબો સુપરસોનિક્ક અને મુંબઈ નોર્થ ઈસ્ટ ટ્રાયમ્ફ નાઈટ્સ. બધી મેચો વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ફાઈનલ મેચ 21 માર્ચે રમાશે. દરરોજ બે મેચ રમાશે. સમય રહેશે બપોરે 3.30 અને 7 વાગ્યાનો. 14 માર્ચે કોઈ મેચ નહીં રમાય. આ સ્પર્ધા મુંબઈના યુવા અને આશાસ્પદ ક્રિકેટરોને એમની ક્ષમતા બતાવવા માટે એક મંચ પૂરું પાડશે. સચીન તેંડુલકરને લીગ એમ્બેસેડર તરીકે ઘોષિત કરાયા છે જ્યારે સુનીલ ગાવસકર લીગ કમિશનર છે અને દિલીપ વેંગસરકર ચીફ મેન્ટર છે.