ગોલ્ડમેડલવિજેતા કુસ્તીબાજ નવજોત કૌરનું સ્વાગત…

કિર્ઘિસ્તાનમાં ગયા અઠવાડિયે યોજાઈ ગયેલી સિનિયર મહિલાઓ માટેની એશિયન કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરનાર ભારતની પહેલી મહિલા કુસ્તીબાજ નવજોત કૌર 5 માર્ચ, સોમવારે અમૃતસર એરપોર્ટ ખાતે આવી પહોંચી ત્યારે એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નવજોત કૌરે બાદમાં શહેરના સુવર્ણમંદિરમાં જઈને દર્શન કર્યા હતા. નવજોત કૌરે મહિલાઓની 65 કિલોગ્રામ વર્ગના ફાઈનલ મુકાબલામાં જાપાનની મિયા ઈમાઈને 9-1 સ્કોરથી સજ્જડ રીતે પરાજય આપ્યો હતો.