ટેટૂપ્રેમી વિરાટ…

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર હરીફો સામે આક્રમક વલણ અપનાવવા માટે જાણીતો છે. વળી એ શરીર પર જાતજાતના ટેટૂ કે છૂંદણું છુંદાવવાનો પણ ભારે શોખીન છે. દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ સમાપ્ત કરીને ભારત પાછા ફર્યા બાદ કોહલી મુંબઈમાં જ રહે છે. બાન્દ્રા ઉપનગરમાં ‘Aliens Tattoo’ ટેટૂ પાર્લર ટેટૂ કરી આપવા માટે જાણીતું છે. 3 માર્ચ, શનિવારે કોહલી ત્યાં ગયો હતો અને પોતાના ડાબા હાથના ખભા પર એક વધુ ટેટૂ કરાવ્યું હતું. આ સાથે એના બંને હાથ પર ટેટૂઝની સંખ્યા વધીને 9 થઈ છે. કોહલીએ એના બાવડાના આગળના ભાગમાં એક ‘મોનાસ્ટરિ’ (બૌદ્ધ મઠ) ચિતરાવ્યું છે. એને તે શાંતિ અને શક્તિનું પ્રતિક માને છે. હાથના પાછળના ભાગમાં એણે કૈલાશ પર્વત પર મેડિટેશન કરતા શંકર ભગવાનનું ટેટૂ કરાવ્યું છે, જેમાં પાછળની બાજુએ માનસરોવર દેખાય છે. બાઈસેપ્સ (બાવડાના સ્નાયૂ) પર એણે સમુરાઈ યોદ્ધાનું ટેટૂ છુંદાવ્યું છે. બીજી બાજુ એણે પોતાના માતા-પિતાનું નામ હિન્દીમાં કરાવ્યું છે તો એક અન્ય બાજુએ પોતાની ODI અને ટેસ્ટ કેપનો નંબર છુંદાવ્યો છે. એક ખભા પર એણે ‘ઓમ’ ચિત્ર છુંદાવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]