IPL12: સંજૂ સેમસનની સેન્ચૂરી વ્યર્થઃ હૈદરાબાદ વિજયી…

29 માર્ચ, શુક્રવારે હોમ ગ્રાઉન્ડ હૈદરાબાદમાં રમતાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે આઈપીએલ-2019ની મેચમાં રાજસ્થાન રોયલ્સને પાંચ-વિકેટથી પરાજય આપ્યો હતો. રાજસ્થાને સંજૂ સેમસનનાં અણનમ 102 રન (55 બોલ, 10 ચોગ્ગા, 4 છગ્ગા) અને કેપ્ટન અજિંક્ય રહાણેના 70 રન (બંને વચ્ચે104 રનની ભાગીદારી)ની મદદથી 20 ઓવરમાં બે વિકેટે 198 રન કર્યા હતા. તેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ડેવિડ વોર્નરના 69 રન, વિકેટકીપર જોની બેરસ્ટોના 45, વિજય શંકરના 35 રનના યોગદાનની મદદથી 19 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 201 રન કરીને મેચ જીતી લીધી હતી. આમ, સેમસનની સદી રાજસ્થાન માટે વ્યર્થ ગઈ હતી. હૈદરાબાદના રશીદ ખાનને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. એણે બોલિંગમાં જોસ બટલરની વિકેટ લીધી હતી અને બેટિંગમાં 15 રન કરીને (1 ફોર, 1 સિક્સ) નોટઆઉટ રહ્યો હતો.


યુસુફ પઠાણ અને રશીદ ખાન


ડેવિડ વોર્નર


વિજય શંકર


સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનાં સહ-માલિકણ કાવેરી કલાનીતિ મારન


રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિંક્ય રહાણેની પત્ની રાધિકા


અભિનેત્રી શ્રુતિ હાસન


સનરાઈઝર્સ હૈદરાબાદનાં માલિક કલાનીતિ મારનની પુત્રી કાવ્યા


અભિનેત્રી શ્રુતિ હાસન


અજિંક્ય રહાણે અને કેન વિલિયમ્સન