આઈપીએલ-11માં મુંબઈનો પહેલો વિજય…

કેપ્ટન રોહિત શર્માના 94 રને 17 એપ્રિલ, મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સને બેંગલુરુમાં રમાયેલી આઈપીએલ-11 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર પર 46 રનથી વિજય અપાવ્યો હતો. વર્તમાન આઈપીએલ સ્પર્ધામાં મુંબઈ ટીમનો આ પહેલો જ વિજય છે. સ્કોરઃ મુંબઈ 213-6 (20) રોહિત શર્મા 94 (52 બોલ, 10 ચોગ્ગા, પાંચ છગ્ગા) અને એવીન લૂઈસ 65. બેંગલોર 167-8 (20). કોહલી 92 નોટઆઉટ. બેંગલોર ટીમનો બીજો કોઈ બેટ્સમેન ઉલ્લેખનીય સ્કોર કરી શક્યો નહોતો. કોહલીના 62 બોલના દાવમાં 4 સિક્સર, 7 ચોગ્ગા હતા. રોહિત શર્માને મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો. મુંબઈના કૃણાલ પંડ્યાએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. બુમરાહ અને મેકક્લેનેઘને 2-2 બેટ્સમેનને આઉટ કર્યા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો મનદીપ સિંહ આઉટ

મુંબઈ ઈન્ડિયન્સને એવીન લૂઈસ

મુંબઈ ઈન્ડિયન્સનો વિજય

રોહિત શર્મા

વિરાટ કોહલી

વિરાટ કોહલી

વિરાટ કોહલી