હેરી કેનનાં બે ગોલે ઈંગ્લેન્ડને જિતાડ્યું…

FIFA World Cup: Kane double guides England past Tunisia
રશિયામાં રમાતી ફૂટબોલ વર્લ્ડ કપ-2018 સ્પર્ધામાં 18 જૂન, સોમવારે વોલ્ગોગ્રાડ ખાતે રમાઈ ગયેલી ગ્રુપ-Gની મેચમાં ઈંગ્લેન્ડે ટ્યુનિશિયાને 2-1 ગોલથી પરાજય આપ્યો હતો. ઈંગ્લેન્ડના બંને ગોલ એના કેપ્ટન હેરી કેને કર્યા હતા. કેને પહેલો ગોલ 11મી મિનિટે કર્યા બાદ ટ્યુનિશિયાના ફરજાની સાસ્સીએ 35મી મિનિટે ગોલ કરી સ્કોર 1-1થી સમાન કર્યો હતો. મેચ ડ્રોમાં જાય એવું લાગતું હતું ત્યાં જ સેન્ટર-ફોરવર્ડ ખેલાડી કેન રમતની 90 મિનિટો પૂરી થયા બાદ એક્સ્ટ્રા મિનિટોમાં પહેલી જ મિનિટે ત્રાટક્યો હતો અને પેનલ્ટી કોર્નર ગોલ કર્યો હતો. આ જ ગ્રુપમાં અગાઉ, બેલ્જિયમે પનામાને 3-0 ગોલથી પરાજય આપ્યો હતો. મેર્ટન્સે 47મી મિનિટે પહેલો ગોલ કર્યા બાદ રોમેલુ લુકાકુએ 69 અને 75મી મિનિટે, એમ બે ગોલ કર્યા હતા. લુકાકુએ મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.

FIFA World Cup: Kane double guides England past Tunisia
ઈંગ્લેન્ડને જિતાડનાર કેપ્ટન હેરી કેન

FIFA World Cup: Kane double guides England past Tunisia FIFA World Cup: Kane double guides England past Tunisia FIFA World Cup: Kane double guides England past Tunisia

FIFA World Cup:
બેલ્જિયમની જીતમાં બે ગોલ કરનાર રોમેલુ લુકાકુ