લિયોનેલ મેસ્સીને મળ્યો પાંચમો ગોલ્ડન બૂટ એવોર્ડ…

આર્જેન્ટિનાનાં તેમજ એફસી બાર્સેલોના ટીમના ખેલાડી લિયોનેલ મેસ્સીને સ્પેનના બાર્સેલોના શહેરમાં આયોજિત કાર્યક્રમમાં પાંચમો ગોલ્ડન બૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. યુરોપમાં આ વર્ષે પણ એ ટોચનો ગોલ સ્કોરર રહ્યો છે. મેસ્સીએ 2017-18ની સાલમાં 34 ગોલ કર્યા છે. 2009-10માં 34, 2011-12માં 50, 2012-13માં 46 અને 2016-17માં 37 ગોલ કરવા બદલ એને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. પાંચ ગોલ્ડન બૂટ એવોર્ડ જીતીને એણે એક રેકોર્ડ કર્યો છે.