પી.વી. સિંધુ બની વર્લ્ડ ટૂર ફાઈનલ્સ-2018 ચેમ્પિયન…

ભારતની પી.વી. સિંધુએ 16 ડિસેંબર, રવિવારે ચીનના ગ્વાંગ્ઝૂમાં વર્લ્ડ ટૂર ફાઈનલ્સ-2018 બેડમિન્ટન સ્પર્ધાની ફાઈનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને  21-19, 21-17થી હરાવીને ગોલ્ડ મેડલ, ટ્રોફી જીતી લીધા હતા. આ સિદ્ધિ હાંસલ કરનાર સિંધુ પહેલી જ ભારતીય બની છે. આ સાથે જ વર્ષની બેડમિન્ટન મોસમનો સિંધુ માટે આનંદ સાથે અંત આવ્યો છે. કારકિર્દીમાં એણે આ પહેલી જ મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જીતી છે. તે અગાઉ અનેક સ્પર્ધાઓમાં રનર-અપ રહી હતી.[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]