ભારતની ઈલાવેનિલે જીત્યો ગોલ્ડ મેડલ…

ભારતની ઈલાવેનિલ વલારિવાને સિડનીમાં જૂનિયર મહિલાઓની શૂટિંગ વર્લ્ડ કપ સ્પર્ધામાં 10 મીટરની એર રાઈફલ હરીફાઈમાં 22 માર્ચ, ગુરુવારે ગોલ્ડ મેડલ જીત્યો છે. રજત તથા કાંસ્ય ચંદ્રકો ચીનની હરીફોએ મેળવ્યો હતો. ઈલાવેનિલે ટીમ વર્ગમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. એમાં તેને શ્રેયા અગ્રવાલ અને જીના ખિટ્ટાનો સાથ મળ્યો હતો.