ભારત નિદાહાસ ટ્રોફી વિજેતા…

રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે 18 માર્ચ, રવિવારે કોલંબોમાં પ્રેમદાસ સ્ટેડિયમ ખાતે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો માટેની ટ્રાઈ-સિરીઝની ફાઈનલમાં બાંગ્લાદેશને 4-વિકેટથી હરાવીને નિદાહાસ ટ્રોફી જીતી લીધી હતી. ભારતની જીતનો હીરો રહ્યો વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક, જેણે મેચના છેલ્લા બોલે સિક્સર ફટકારીને ભારતને રોમાંચક વિજય અપાવ્યો હતો. બાંગ્લાદેશે પોતાના હિસ્સાની 20 ઓવરમાં 8 વિકેટે 166 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન કરીને મેચ જીતી લીધી હતી. કાર્તિક 8 બોલમાં 3 સિક્સર, બે બાઉન્ડરી સાથે 29 રન કરીને નોટઆઉટ રહ્યો હતો અને એને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશની ટીમ યજમાન શ્રીલંકાને હરાવીને ફાઈનલમાં પહોંચી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]