રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓનું પ્રેક્ટિસ સત્ર…

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની 11મી મોસમના આરંભ આડે હવે અમુક જ દિવસો બાકી છે. 1 એપ્રિલ, રવિવારે જયપુરમાં સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. આઈપીએલ-11નો 7 એપ્રિલથી આરંભ થઈ રહ્યો છે. રાજસ્થાન રોયલ્સની પહેલી મેચ 9 એપ્રિલે હૈદરાબાદમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ સામે છે. રાજસ્થાન ટીમે બોલ ટેમ્પરિંગ વિવાદમાં સંડોવાયેલા સ્ટીવ સ્મિથને સસ્પેન્ડ કરી દીધો છે અને કેપ્ટનપદ અજિંક્ય રહાણેને સોંપ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]