જોકોવિચનું 9મું ઓસ્ટ્રેલિયન-ઓપન ટાઈટલ

હાર્ડ કોર્ટ પર રમાતી ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ સ્પર્ધામાં સર્બિયાના 33-વર્ષીય નોવાક જોકોવિચનું વર્ચસ્વ યથાવત્ રહ્યું છે. મેલબર્નમાં મેલબર્ન પાર્કમાં 21 ફેબ્રુઆરી, રવિવારે રમાઈ ગયેલી મેન્સ સિંગલ્સ ફાઈનલ મેચમાં જોકોવિચે રશિયાના 25-વર્ષના ડાનિલ મેડવેડેવને 7-5, 6-2, 6-2 સ્કોરથી હરાવીને સતત ત્રીજી વાર ટ્રોફી જીતી હતી. એણે કુલ આ 9મી વાર આ ગ્રાન્ડસ્લેમ ટ્રોફી જીતી છે. એણે જીતેલી ગ્રાન્ડસ્લેમ ટ્રોફીઓનો કુલ આંકડો 18 પર પહોંચ્યો છે.