ઈંગ્લેન્ડ પર ટીમ ઈન્ડિયાનો T20I શ્રેણીવિજય

વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે 20 માર્ચ, શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ ગયેલી પાંચમી અને સિરીઝ-નિર્ણાયક ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડને 36-રનથી હરાવીને સિરીઝ 3-2થી જીતી લીધી. ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં કેપ્ટન વિરાટ કોહલીના અણનમ 80, વાઈસ કેપ્ટન રોહિત શર્માના 64 (બંને વચ્ચે 94-રનની ઓપનિંગ ભાગીદારી)ની મદદથી 2 વિકેટે 224 રનનો સ્કોર ખડો કર્યો હતો. તેના જવાબમાં, ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 188 રન જ બનાવી શકી હતી. ફાસ્ટ બોલર ભૂૂવનેશ્વર કુમારને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને કોહલીને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરાયો હતો. હવે બંને ટીમ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે 3-મેચોની વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણી રમશે. આ મેચો 23, 26 અને 28 માર્ચે રમાશે.

(તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ, આઈસીસી, વિરાટ કોહલી, ભૂવનેશ્વર કુમાર ટ્વિટર એકાઉન્ટ)