GallerySports CWG2018: પાંચમા દિવસે ભારતના મેડલવિજેતાઓ… April 9, 2018 ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાતી 21મી કોમનવેલ્થ ગેમ્સમાં 9 એપ્રિલ, સોમવારે પાંચમા દિવસે ભારતે ત્રણ રમતમાં સુવર્ણચંદ્રક જીત્યા હતા અને એ સાથે સુવર્ણચંદ્રકોનો આંકડો ડબલ ફિગરમાં – 10 પર પહોંચ્યો છે. ભારતે સોમવારે શૂટિંગમાં જિતુ રાય (10 મીટર એર પિસ્તોલ) દ્વારા, ટેબલ ટેનિસમાં પુરુષોની ટીમ ઈવેન્ટ તથા બેડમિન્ટનમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત શૂટિંગમાં ઓમપ્રકાશ મિઠારવલે કાંસ્ય, મહિલાઓની શૂટિંગની 10 મીટર એર રાઈફલ હરીફાઈમાં મેહુલી ઘોષે રજત અને અપૂર્વી ચંડેલાએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. વેઈટલિફ્ટિંગમાં પ્રદીપ સિંહે 105 કિ.ગ્રા. વર્ગમાં બીજા ક્રમે આવીને રજતચંદ્રક જીત્યો હતો. બેડમિન્ટનઃ મિક્સ્ડ ટીમ ઈવેન્ટના ગોલ્ડમેડલ વિજેતાઓ કાંસ્યચંદ્રક વિજેતા ઓમપ્રકાશ મિઠારવલ ટેબલ ટેનિસના વિજેતાઓ હરમીત રાજુલ દેસાઈ (સુરત). હરમીતે ડબલ્સ મેચમાં સાથિયાન જ્ઞાનશેખરન સાથે જોડી બનાવીને 11-8, 11-5, 11-3થી મેચ જીતી લીધી હતી. હરમીત દેસાઈ, અચંત શરત કમલ, એસ. જ્ઞાનશેખરન પ્રદીપ સિંહ પ્રદીપ સિંહ જિતુ રાય અને ઓમપ્રકાશ મિઠારવલ ઓમપ્રકાશ મિઠારવલ જિતુ રાય જિતુ રાય, ઓમપ્રકાશ મિઠારવલ પ્રદીપ સિંહ મેહુલ ઘોષ અપૂર્વી ચંડેલા જિતુ રાય કિદામ્બી શ્રીકાંત – મેન્સ ટીમનો કેપ્ટન મિક્સ્ડ ડબલ્સ – અશ્વિની પોનપ્પા, સાત્વિકસાઈરાજ