IPL11: ચેન્નાઈ સુપર કિંગ્સનો રોમાંચક વિજય…

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે 10 એપ્રિલ, મંગળવારે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી આઈપીએલ-11ની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને પાંચ-વિકેટથી પરાજય આપ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે આન્દ્રે રસેલના 36 બોલમાં 11 સિક્સર સાથે અણનમ 88 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 202 રન કર્યા હતા. તેના જવાબમાં ચેન્નાઈ ટીમે સેમ બિલિંગ્સના 56 (23 બોલમાં), વોટસન 42, રાયડુ 39, ધોની 28, જાડેજા 11*, બ્રાવો 11* રનની મદદથી 19.5 ઓવરમાં પાંચ વિકેટે 205 રન કરીને મેચ જીતી લીધી હતી. ચેન્નાઈને જીત માટે છેલ્લી ઓવરમાં 17 રનની જરૂર હતી. વિનય કુમારે ફેંકેલી ઓવરના પાંચમા બોલે જાડેજાએ સિક્સર ફટકારીને મેચનો અંત લાવી દીધો હતો. સમગ્ર મેચમાં કુલ 31 સિક્સર ફટકારાઈ હતી.

આન્દ્રે રસેલને અભિનંદન આપતો ચેન્નાઈનો ડ્વેન બ્રાવો

આન્દ્રે રસેલ

આન્દ્રે રસેલે 36 બોલના દાવમાં 11 સિક્સર ફટકારી

આઈપીએલમાં એક જ દાવમાં સૌથી વધારે સિક્સર મારવાનો રેકોર્ડ છે બ્રેન્ડન મેક્યુલમનો – 13 સિક્સ. રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે, 2008. આન્દ્રે રસેલ 11 સિક્સ સાથે બીજા નંબરે.

ચેન્નાઈના સેમ બિલિંગ્સે 23 બોલમાં 56 રન ફટકાર્યા, મેન ઓફ ધ મેચ બન્યો

સેમ બિલિંગ્સ

ચેન્નાઈનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની

રવિન્દ્ર જાડેજા

ડ્વેન્ બ્રાવો

રવિન્દ્ર જાડેજા

ચેન્નાઈની રોમાંચક જીત

ચેન્નાઈની રોમાંચક જીત