હાર્દિક, કૃણાલ પંડ્યાએ યુવા ક્રિકેટરોને માર્ગદર્શન આપ્યું…

વડોદરાનિવાસી આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટર બંધુઓ – કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યાએ 25 જૂન, ગુરુવારે વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસિએશનના મેદાન પર જઈને અન્ડર-19 ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી અને એમને ક્રિકેટ વિશે માર્ગદર્શન આપ્યું હતું. મેદાન પર સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું. બધા જૂનિયર ખેલાડીઓ એકબીજાથી છ ફૂટ જેટલું અંતર રાખીને બેઠા હતા.

કોરોના વાઈરસને કારણે લાગુ કરાયેલા લોકડાઉનમાં છૂટછાટો અપાયા બાદ પંડ્યા બંધુઓ પહેલી જ વાર જાહેરમાં જોવા મળ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]