GallerySports મહિલાઓની વર્લ્ડ યુથ બોક્સિંગ: ભારતને 5 મેડલ નિશ્ચિત… November 23, 2017 ગુવાહાટી શહેરના નબીન ચંદ્ર બોરડોલોઈ ઈન્ડોર સ્ટેડિયમમાં રમાઈ રહેલી મહિલાઓની વર્લ્ડ યુથ બોક્સિંગ સ્પર્ધામાં ભારતની બોક્સરોએ જોરદાર દેખાવ કર્યો છે અને ભારતને પાંચ કાંસ્ય ચંદ્રક મળવાનું નિશ્ચિત થઈ ગયું છે. ૨૨ નવેમ્બર, બુધવારે ગુવાહાટીની અંકુશિતા બોરો, શશી ચોપરા, સાક્ષી શશીધર, નિતુ અને જ્યોતિ ગુલિયાએ પોતપોતાનાં ક્વોર્ટર ફાઈનલ મુકાબલા જીતીને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. અંકુશિતાએ લાઈટ-વેલ્ટર વેઈટ કેટેગરીમાં ઈટાલીની રીબેકા નિકોલીને હરાવી હતી. જ્યોતિએ ફ્લાયવેઈટ કેટેગરીમાં ઈટાલીની મેર્શીઝ ગિયોવાનાને પરાજય આપ્યો હતો. શશી ચોપરાએ ફીધર વેઈટ કેટેગરીમાં કઝાખસ્તાનની હરીફને પરાજય આપ્યો હતો. સાક્ષી (ઉપરની તસવીરવાળી)એ 54 કિ.ગ્રા. વર્ગમાં ચીનની શિયા લૂ ને પછાડી દીધી હતી. નીતુએ 45-48 કિ.ગ્રા. વર્ગમાં જર્મનીની મેક્સી ક્લોત્ઝર પર વિજય હાંસલ કર્યો હતો. આ સ્પર્ધામાં ભારત સહિત 38 દેશોની 150થી વધુ મહિલા બોક્સરો ભાગ લઈ રહી છે. અંકુશિતા (લાલ)એ લાઈટ-વેલ્ટર વેઈટ કેટેગરીમાં ઈટાલીની રીબેકા નિકોલીને હરાવી હતી. જ્યોતિએ ફ્લાયવેઈટ કેટેગરીમાં ઈટાલીની મેર્શીઝ ગિયોવાનાને પરાજય આપ્યો જ્યોતિએ ફ્લાયવેઈટ કેટેગરીમાં ઈટાલીની મેર્શીઝ ગિયોવાનાને પરાજય આપ્યો શશી ચોપરાએ ફીધર વેઈટ કેટેગરીમાં કઝાખસ્તાનની હરીફને પરાજય આપ્યો શશી ચોપરા (બ્લુ)એ ફીધર વેઈટ કેટેગરીમાં કઝાખસ્તાનની હરીફને પરાજય આપ્યો હતો શશી ચોપરાએ ફીધર વેઈટ કેટેગરીમાં કઝાખસ્તાનની હરીફને પરાજય આપ્યો મહિલાઓની યુવા બોક્સિંગ સ્પર્ધાની મેચો નિહાળતા દર્શકો અંકુશિતા બોરો