શ્રીલંકાના ક્રિકેટરો કર્યું ‘નાટક’…

નવી દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન પર રમાતી ત્રીજી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચના 3 ડિસેમ્બર, રવિવારે બીજા દિવસે લંચ બાદની રમતમાં ભારતનો પહેલો દાવ ચાલુ હતો ત્યારે શ્રીલંકાના ખેલાડીઓએ હવાના પ્રદૂષણ અને ઝાંખા પ્રકાશની ફરિયાદ કરી હતી અને ત્રણ વખત રમત અટકાવી હતી. સુરંગા લકમલ તો ઓવર અધૂરી છોડીને પેવિલિયનમાં જતો રહ્યો હતો. આને કારણે ભારતના કેપ્ટન વિરાટ કોહલીની એકાગ્રતા ભંગ થઈ હતી અને તે વ્યક્તિગત 243 રનના સ્કોર પર સ્પિનર લક્ષણ સાંદકનની બોલિંગમાં લેગબીફોર આઉટ થઈ ગયો હતો. લાહિરુ ગમાગે નામના બોલરે તો પોતાને શ્વાસ લેવામાં તકલીફ થાય છે એવી ફરિયાદ કરતાં ટીમના ફિઝિયો દોડતા એની પાસે પહોંચ્યા હતા. શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચાંડીમલે આખી ટીમને પેવિલિયનમાં પાછા જવા દેવાની અમ્પાયરોને વિનંતી કરી હતી, પણ અમ્પાયરો અને મેચ રેફરી ડેવિડ બૂને એને ના પાડી હતી અને મેચ ચાલુ રાખવા કહ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]