ઓડિશા મેન્સ હોકી વર્લ્ડ કપનો ઉદઘાટન સમારોહ…

પુરુષ હોકી ખેલાડીઓની વર્લ્ડ કપ સ્પર્ધા – ઓડિશા મેન્સ હોકી વર્લ્ડ કપ-2018નો ઉદઘાટન સમારોહ 27 નવેમ્બર, મંગળવારે ભૂવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં યોજવામાં આવ્યો હતો. સમારોહ ભવ્ય, ઝાકઝમાળભર્યો અને મનોરંજક રહ્યો હતો. બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને પણ એમાં હાજરી આપીને દર્શકોનું મનોરંજન કર્યું હતું. વર્લ્ડ કપ સ્પર્ધા 16 ડિસેમ્બર સુધી ચાલશે. સ્પર્ધામાં ભારત સહિત કુલ 16 ટીમ રમશે. બધી ટીમોને ચાર ગ્રુપમાં ચાર-ચારમાં વહેંચી દેવામાં આવી છે. ભારતનો સમાવેશ ગ્રુપ-Cમાં કરવામાં આવ્યો છે. પૂલ-Aમાં આર્જેન્ટિના, ફ્રાન્સ, ન્યુ ઝીલેન્ડ અને સ્પેન છે. પૂલ-Bમાં ઓસ્ટ્રેલિયા, ચીન, ઈંગ્લેન્ડ, આયરલેન્ડ છે. પૂલ-Cમાં ભારત, બેલ્જિયમ, કેનેડા, દક્ષિણ આફ્રિકા છે. પૂલ-Dમાં જર્મની, મલેશિયા, નેધરલેન્ડ્સ અને પાકિસ્તાન છે. ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવવા માટે ભારતે પોતાના ગ્રુપમાં ટોચ પર આવવું પડશે.







ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક




કાર્યક્રમ સંચાલક ગૌરવ કપૂર