બીજી વોર્મ-અપ મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું…

વર્લ્ડ કપ-2019ના આરંભ પૂર્વે 28 મે, મંગળવારે કાર્ડિફમાં રમાઈ ગયેલી તેની બીજી અને આખરી વોર્મ-અપ મેચમાં ભારતે બાંગ્લાદેશને 95 રનથી પરાજય આપ્યો હતો. ભારતે પોતાના હિસ્સાની 50 ઓવરમાં 7 વિકેટે 359 રન કર્યા હતા. એના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 49.3 ઓવરમાં 264 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ 113 અને લોકેશ રાહુલે 108 રન કર્યા હતા. પહેલી વોર્મ-અપ મેચમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો હતો.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]