ભારતીય ક્રિકેટ ટીમ લંડન જવા રવાના થઈ…

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી શરૂ થતી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં રમવા માટે વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ 22 મે, બુધવારે વહેલી સવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી લંડન જવા રવાના થઈ હતી. વર્લ્ડ કપ 30 મેથી 14 જુલાઈ સુધી રમાશે. સ્પર્ધાની પહેલી મેચ 30 મેએ યજમાન ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાશે. ભારતની પહેલી મેચ પાંચમી જૂને દક્ષિણ આફ્રિકા સામે રોઝ બાઉલ (સાઉધમ્પ્ટન)માં રમાશે.