‘બ્રાઈટ’ના પ્રચાર માટે વિલ સ્મિથ મુંબઈમાં…

નેટફ્લિક્સની ‘બ્રાઈટ’ ફિલ્મનો 18 ડિસેમ્બર, સોમવારે મુંબઈમાં પ્રીમિયર શો યોજવામાં આવ્યો હતો. આ ફિલ્મના પ્રચાર માટે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં હોલીવૂડ સ્ટાર અને આ ફિલ્મમાં આફ્રિકન-અમેરિકન પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકા કરનાર વિલ સ્મિથ એનાં સહ-કલાકારો – નૂમી રાપેશ અને જોએલ એડગર્ટન તથા દિગ્દર્શક ડેવિડ એયર સાથે ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે વિલ સ્મિથે સ્ટેજ પર ભારતીય ડાન્સની એક ઝલક બતાવી હતી. આ ફિલ્મ 22 ડિસેમ્બરે સ્ટ્રીમિંગ સેવા પર પ્રસ્તુત કરવામાં આવશે. ‘બ્રાઈટ’ નેટફ્લિક્સનું સૌથી મોટું નિર્માણ છે. (તસવીરોઃ દીપક ધુરી)