વિજયવાડા સ્ટેશનઃ આખા પ્લેટફોર્મની છત સૌર્ય ઊર્જાની પેનલવાળી…

આખી દુનિયા હાલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી પરેશાન છે ત્યારે રેલવે તંત્રએ પર્યાવરણના રક્ષણ માટે મહત્ત્વની એવી સૌર ઊર્જાના વપરાશને ઉત્તેજન આપે છે. દક્ષિણ મધ્ય રેલવે વિભાગ પરના વિજયવાડા સ્ટેશનના પ્લેટફોર્મની આખી છત પર પતરાં (ટીન)નાં શેડ્સને બદલે અનોખી એવી સોલર ફોટોવોલ્ટેક પેનલ્સ બેસાડી દેવામાં આવી છે. આ પ્રયોગ હાથ ધરનાર વિજયવાડા દેશનું પહેલું રેલવે સ્ટેશન બન્યું છે. આનાથી ઘણા લાભ થશે. સ્ટેશનને વર્ષેદહાડે રૂ. 8 લાખથી વધારે રકમની બચત થશે, સ્ટેશનની 18 ટકા વીજળીની જરૂરિયાત આનાથી પૂરી પાડી શકાશે અને કાર્બન વાયુનું ઉત્સર્જન પણ ઘટી જશે તેથી પર્યાવરણમાં પ્રદૂષણ ઘટશે.