મચ્છરોનો ઉપદ્વવ નાથવાનો પ્રયાસ…

શ્રાવણ માસની શરુઆત થાય એટલે ચોમાસાની ઋતુ જામી જાય. વરસાદ અને વાદળ છાયા વાતાવરણ થી જીવ જંતુઓનો ઉપદ્રવ પણ વધે. વરસાદમાં ફૂટી નિકળેલા મચ્છર અને જીવ જંતુઓને નાથવા અને રોકવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઠેર ઠેર પાવડરનો છંટકાવ કરે છે.

પાવડરના છંટકાવની સાથે ફોગિંગ વાન દ્વારા મચ્છરના ઉપદ્રવને નાથવાનો પ્રયાસ કરાય છે. વરસાદી માહોલ, કાદવ કિચડ અને પાણી ભરાવવાને કારણે અનેક સ્થળોએ મચ્છરોનો ઉપદ્રવ વધે. અનેક પ્રકારના પાણી જન્ય તેમજ વાયરલ ઇન્ફેક્શન જેવા રોગચાળાનો ભોગ શહેરી જનો બન્યા છે.

આ બાબતને ધ્યાનમાં રાખી અ.મ્યુ.કો એ લોકોના સ્વાસ્થ્ય માટે અનેક પગલા લેવા પ્રયાસ શરુ કર્યા છે. શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ અને નવા બનેલા ઝોનમાં વોર્ડ પ્રમાણે મહાનગર પાલિકા સમયાંતરે ફોગિંગ વાન ફેરવી મચ્છરોના ઉપદ્રવને નાબુદ કરવાનો પ્રયાસ કરે છે.

પ્રસ્તુત તસવીર શહેરના પશ્ચિમ ઝોનમાં ફરતી ફોગિંગ વાનની છે.

પ્રજ્ઞેશ વ્યાસ