મુંબઈઃ રાજભવનમાં ભૂગર્ભ મ્યુઝિયમનું ઉદઘાટન…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 18 ઓગસ્ટ, રવિવારે મુંબઈમાં રાજભવનમાં ભૂગર્ભ સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું હતું. આ મ્યુઝિયમ ટૂંક સમયમાં જ જાહેર જનતા માટે પણ ખુલ્લું મૂકવામાં આવશે. એ માટે ઓનલાઈન રિઝર્વેશન સુવિધા પણ શરૂ કરવામાં આવશે. રાજભવનમાં બ્રિટિશ યુગનું આ બંકર 2016માં મળી આવ્યું હતું અને ત્યારબાદ એનું વ્યવસ્થિત બાંધકામ કરાયું હતું અને હવે એને બંકર મ્યુઝિયમનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ બંકરમાં 13 રૂમ છે. જેમાં એક શેલ સ્ટોર (બોમ્બ રાખવાની જગ્યા), ગન શેલ, કાર્ટ્રિજ (કારતૂસ) સ્ટોર અને મુખ્ય શસ્ત્રાગાર સ્ટોર છે. ઉદઘાટન પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Mumbai: President of India, Ram Nath Kovind during inaugural function of the 150-metre long underground British era bunker museum inside the Raj Bhavan complex in Mumbai, Sunday, Aug. 18, 2019. (PTI Photo/Mitesh Bhuvad)