રાષ્ટ્રપતિ કોવિંદ મુંબઈમાં લતા મંગેશકરને મળ્યા…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને એમના પત્ની સવિતા કોવિંદ તથા એમની પુત્રી સ્વાતિ કોવિંદ 'ભારત રત્ન'થી સમ્માનિત મહાન પાર્શ્વગાયિકા લતા મંગેશકરને 18 ઓગસ્ટ, રવિવારે મુંબઈમાં એમનાં નિવાસસ્થાને જઈને મળ્યા હતા. એ મુલાકાત વખતે મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ અને એમના પત્ની વિનોદારાવ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. લતા મંગેશકરે આ જાણકારી પોતાનાં ટ્વિટર પેજ પર તસવીરો પોસ્ટ કરીને આપી છે અને લખ્યું છે કે રાષ્ટ્રપતિની મુલાકાતથી પોતે ગૌરવની લાગણીનો અનુભવ કરી રહ્યાં છે. લતા મંગેશકર 1989માં પ્રતિષ્ઠિત 'દાદાસાહેબ ફાળકે' એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં. રાષ્ટ્રને આપેલી સેવા બદલ ભારત સરકારે 2001માં એમને 'ભારત રત્ન' ઘોષિત કર્યાં હતાં.
રાષ્ટ્રપતિ કોવિંદે લતાજીને એમનાં સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા આપી હતી અને આ સ્મૃતિચિન્હ ભેટ આપ્યું હતું.