જીવરાજબાપુની પાલખી યાત્રા…

સતાધારના મહંત જીવરાજબાપુ 93 વર્ષની વયે સોમવારે રાત્રે 10 વાગે દેવલોક પામ્યા હતાં.

જીવરાજબાપુ સતાધારના 7માં મહંત હતા. આજે જીવરાજબાપુના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે મુકાયા બાદ જીવરાજબાપુની પાલખી યાત્રા નીકળી હતી.

આ પાલખી યાત્રામાં સાધુ-સંતો સહિત હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા છે.

સતાધારની જગ્યામાં બાપુના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતાં.