સંગીતકાર ખય્યામને રાજકીય સમ્માન સાથે અંતિમ વિદાય…

92 વર્ષની વયે 19 ઓગસ્ટ, સોમવારે મુંબઈમાં નિધન પામેલા હિન્દી ફિલ્મોના પીઢ સંગીતકાર ખય્યામને 20 ઓગસ્ટ, મંગળવારે અંધેરી (વેસ્ટ) વિસ્તારસ્થિત કબ્રસ્તાનમાં સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે દફન કરવામાં આવ્યા હતા. એ વખતે ગુલઝાર, તબસ્સુમ, પૂનમ ધિલોન, સોનુ નિગમ, જાવેદ અખ્તર, રઝા મુરાદ સહિત બોલીવૂડની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. દફનવિધિ પૂર્વે ખય્યામના પાર્થિવ શરીરને જુહૂ વિસ્તારસ્થિત એમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. બાદમાં ત્યાંથી એમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. 'પદ્મભૂષણ' ખિતાબથી સમ્માનિત મોહમ્મદ ઝહૂર 'ખય્યામ' હાશ્મીએ અનેક ફિલ્મોમાં સંગીત પીરસ્યું હતું. એમની ઉલ્લેખનીય ફિલ્મો હતી - કભી કભી, ત્રિશૂલ, નૂરી, રઝિયા સુલતાન, ઉમરાવ જાન, બાઝાર વગેરે.
પૂનમ ધિલોન


સંજય ખાન


તબસ્સુમ


રઝા મુરાદ


જાવેદ અખ્તર


ગુલઝાર


પૂનમ ધિલોન


સોનુ નિગમ