મતગણતરી કેન્દ્ર પર જડબેસલાક સુરક્ષા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા-2017 ચૂંટણીનું બન્ને તબક્કાનું મતદાન થઇ ચૂક્યું છે. મતદાન પછી તમામ મતદાન કેન્દ્રો પરથી ઇવીએમ તેમ જ વીવીપેટ મશીનો મતગણતરી કેન્દ્રોમાં પહોંચી ગયા હતા. આ તમામ મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત સલામતી બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો છે. પ્રસ્તુત તસવીર અમદાવાદ શહેરના પોલીટેકનિક મતગણતરી કેન્દ્રની છે જ્યાં સઘન સલામતી વ્યવસ્થા નજરે પડે છે.