બાલ ઠાકરેને 7મી પુણ્યતિથિએ અપાઈ શ્રદ્ધાંજલિ…

મહારાષ્ટ્રમાં જેના નેતૃત્ત્વ હેઠળ અને એનસીપી, કોંગ્રેસના સાથ વડે સરકાર રચવાની શક્યતા જોવાઈ રહી છે તે શિવસેના પાર્ટીના સ્થાપક બાળાસાહેબ ઠાકરેને 17 નવેંબર, રવિવારે મુંબઈમાં ઐતિહાસિક શિવાજી પાર્ક મેદાન ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.








બાલ ઠાકરેના પુત્ર અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એમના પત્ની રશ્મી સાથે બાલ ઠાકરેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


બાલ ઠાકરેના પૌત્ર અને ઉદ્ધવ-રશ્મી ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ પણ એમના દાદાને શ્રદ્ધાંજલિ આપી હતી.




શિવસેનાનાં રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે બાલ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપી.


શિવસેનાનાં દક્ષિણ-મુંબઈ મતવિસ્તારના સંસદસભ્ય અરવિંદ સાવંતે બાલ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપી




શિવસેના સાથે હાલ ઊભા થયેલા મતભેદોને ભૂલી જઈને ભાજપના નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ, વિનોદ તાવડે અને પંકજા મુંડે પણ શિવાજી પાર્ક પહોંચી ગયા હતા અને બાલ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપી હતી.


શિવસેના સાથે હાલ ઊભા થયેલા મતભેદોને ભૂલી જઈને ભાજપના નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ, વિનોદ તાવડે અને પંકજા મુંડે પણ શિવાજી પાર્ક પહોંચી ગયા હતા અને બાલ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપી હતી.




શિવસેનાનાં ભૂતપૂર્વ નેતા અને હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા છગન ભૂજબળે પણ એમના ભૂતપૂર્વ નેતા બાલ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપી.






બાલ ઠાકરેનો જન્મ 1926ની 23 જાન્યુઆરીએ પુણેમાં થયો હતો.


બાલ ઠાકરેનું નિધન 2012ની 17 નવેંબરે મુંબઈમાં એમના નિવાસસ્થાને થયું હતું. તેઓ 86 વર્ષના હતા.