જય વસાવડાએ આપી જીવનને પળેપળ માણવાની જડીબુટ્ટી…

ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા સંગીત નાટક અકાદમીના સહયોગમાં ગુજરાતી ભાષાના લેખક-વક્તા અને કોલમિસ્ટ જય વસાવડાના 'જયકારા' કાર્યક્રમનું 17 નવેંબર, રવિવારે ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.


દ્રશ્ય, શ્રાવ્ય, નાટ્ય મઢેલી આ મનોરંજક અને મોટિવેશનલ પ્રસ્તુતિ 'જયકારા'માં જય વસાવડાએ જિંદગીનો જંગ જીતવાની અને જીવનને પળેપળ માણવાની જડીબુટ્ટી આપી હતી.


આ માટે જય વસાવડાએ ફોર-D ફોર્મ્યુલા આપી હતી. ડ્રીમ, ડેર, ડેડીકેશન, અને ડુ..


'મહત્ત્વ સપનાનું નથી, મહત્ત્વ છે તેને સાકાર કરવાની ક્ષમતા કેળવવાનું છે. સંભાવનાઓ ઓછી હોય અને સ્પર્ધા વધુ હોય ત્યારે સલામતીની ચિંતા કર્યા વિના હિંમતભર્યા પગલાં લેવાની જરૂર છે.'


'ખંતપૂર્વક, પૂર્ણ સમર્પિત ભાવથી તમારું કામ કર્યા કરો. સફળતા ચરણ ચુમતી આવશે.. અને આત્મવિશ્વાસપૂર્વક તમારું કામ કરો'. આ રીતે તેમણે ફોર-D ફોર્મ્યુલાની સમજણ આપી હતી.


આ પ્રક્રિયામાં ત્રણ-D સ્પીડબ્રેકર છે એમ કહીને તેમણે ડિપ્રેશન, ડેસ્ટીની અને વિલંબ એટલે કે delay ને તાબે નહીં થવાની ટકોર કરી હતી.


ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્તભાઈ જહા અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ જ્યોતિષભાઈ ભટ્ટે જય વસાવડાનું બહુમાન કર્યું હતું.


રવિવારની સવારે જય વસાવડાને સાંભળવા ઉમટેલી જનમેદની.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]