મુંબઈઃ પ્રવીણ છેડા કોંગ્રેસમાંથી ફરી ભાજપમાં…

મુંબઈ મહાનગરપાલિકામાં કોંગ્રેસના ભૂતપૂર્વ વિપક્ષી નેતા રહી ચૂકેલા ઘાટકોપરનિવાસી ગુજરાતી નેતા પ્રવીણ છેડા 22 માર્ચ, શુક્રવારે ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. દક્ષિણ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ક્રિકેટ એસોસિએશન લોન ખાતે આયોજિત સ્વાગત સમારંભમાં છેડાએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, એમના સાથી પ્રધાનો - વિનોદ તાવડે, પ્રકાશ મહેતા, ગિરીશ મહાજન, સુભાષ દેશમુખ તથા મુંબઈ ભાજપપ્રમુખ આશિષ શેલાર તથા અન્ય નેતાઓની હાજરીમાં ભાજપમાં પુનઃ પ્રવેશ કર્યો હતો. છેડાની સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં મહિલા નેતા ભારતી પવાર પણ ભાજપમાં જોડાયાં હતાં. બંનેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને નેતાએ કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ પર વિશ્વાસ હોઈ એમણે ભાજપમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે અને તેનો એમને બહુ આનંદ છે.




(ડાબે) પ્રકાશ મહેતા અને પ્રવીણ છેડા










પ્રવીણ છેડા