વડા પ્રધાન મોદી સિંગાપોરમાં…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિંગાપોરના બે દિવસના પ્રવાસે ગયા છે. 14 નવેમ્બર, બુધવારે એમણે સિંગાપોર ફાઈનટેક ફેસ્ટિવલમાં હાજરી આપી હતી અને ભારતીય પેવિલિયનની મુલાકાત લીધી હતી. મોદીએ ઈસ્ટ એશિયા શિખર સંમેલન દરમિયાન સિંગાપોરિયન વડા પ્રધાન લી સીન લૂન્ગ સાથે વ્યક્તિગત રીતે ચર્ચા પણ કરી હતી. તેમજ અમેરિકાના ઉપપ્રમુખ માઈક પેન્સ સાથે પણ બેઠક કરી હતી.