લક્ઝૂરિરીયસ લાઈફનો લુત્ફ માણતાં ખીલી ઊઠ્યાં આ બાળકો

અમદાવાદ:  સમાજના વંચિત સમુદાયના બાળકોને પોતાનાં સપનાં સાકાર કરવાની પ્રેરણા આપવા માટે પેજ વન રેસ્ટોરન્ટસ એન્ડ કાફે અને હોટલ એન્ડ બેંક્વેટસ દ્વારા અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો.

ગરીબ વિસ્તારોનાં બાળકોને વૈભવી અનુભવ પૂરો પાડવા એક દિવસ સમર્પિત કરાયો હતો. સતત બીજા વર્ષે  બાલ દિનના પ્રસંગે અમદાવાદના આ ઉત્તમ ભોજન માટેના સ્થળે શહેરના ગરીબ વિસ્તારોમાં કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી 100 વંચિત બાળકો માટે આ દિવસને ખૂબ જ અર્થપૂર્ણ અને વિશિષ્ઠ બનાવવાનો પ્રયાસ કરાયો હતો.  નહેરુચાચાના જન્મદિનને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ખીલખીલાટ કરી રહેલાં આ બાળકોનો આનંદ આપણને પણ અનોખો આનંદ આપી રહ્યો છે.