જલારામ જયંતિની ઉજવણી

અમદાવાદઃ જ્યાં રોટલો ત્યાં હરિ ઢુકડો…મનુષ્ય અને તમામ જીવને સારુ ભોજન મળી રહે એવી ઉદાર-લાગણીશીલ વિચારધારા વાળા જલારામ બાપાની જયંતિ આજે ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. જલારામ બાપાના જ્યાં-જ્યાં મંદિર આવેલા છે ત્યાં આજે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી છે. જલારામ બાપા સાથે લાખો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે.