દારૂ પીધેલાઓને પકડવાની વાન

અમદાવાદઃ કુતરા પકડવાની વાન, રખડતા ઢોર પકડવાની વાન.. આ બધા શબ્દોથી આપણે પરિચિત છીએ…પણ છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષના અંતે દારુબંધીનો અમલ કરતા ગુજરાત રાજ્યમાં દારૂ પીધેલાને પકડવાની વાન પોલીસ દ્વારા મુકવામાં આવે છે. ગુજરાત રાજ્યના વિવિધ શહેરોની જેમ અમદાવાદમાં પણ પીધેલાઓને પકડવાની વાન અને બ્રેથ એનલાઇઝર સાથે પોલિસ પોઇન્ટ મુકાવાની શરુઆત થઇ ગઇ છે. પ્રસ્તુત તસવીર માં દાણી લીમડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માર્ગ પર વાન સાથે એલર્ટ જણાય છે. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)