મોદીજીએ કરી મુંબઈ-મેટ્રોમાં મુસાફરી…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરી, ગુરુવારે સાંજે મુંબઈમાં બે મેટ્રો રેલવે લાઈન 2A (દહિસર પૂર્વથી અંધેરી પશ્ચિમ (ડીએન નગર) યેલો લાઈન) અને લાઈન 7 (દહિસર પૂર્વથી અંધેરી પૂર્વ – રેડ લાઈન)ની એક્સ્ટેન્શન લાઈનો અથવા ચરણ-2નું લોકાર્પણ કર્યું હતું. બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતે આયોજિત કાર્યક્રમમાં એમણે રીમોટ કન્ટ્રોલની સ્વીચ દબાવીને બંને મેટ્રો ટ્રેન સેવાઓનું ઉદઘાટન કર્યું હતું. બાદમાં, વડા પ્રધાન લાઈન-7ના મોગરા સ્ટેશનેથી મેટ્રો ટ્રેનમાં બેઠા હતા અને તે પછી આવતા ગુંદવલી સ્ટેશન સુધી સફર કરી હતી. ટ્રેનમાં એમણે મેટ્રો લાઈનના કામદારો સાથે મુસાફરી કરી હતી.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (તસવીર સૌજન્યઃ @airnewsalerts)

ફૂલોથી શણગારેલી મેટ્રો ટ્રેન