કુલભૂષણની સજા વિશે ફેરવિચારણા કરવાનો પાકિસ્તાનને આદેશ…

ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ જવાન અને ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ ભારતના જાસુસ છે અને પાકિસ્તાનમાં ત્રાસવાદી પ્રવૃત્તિ કરે છે એવો આરોપ મૂકીને 2016માં એમની ધરપકડ કરી એમને ફાંસીની સજા ફરમાવવાના પાકિસ્તાની લશ્કરી કોર્ટના નિર્ણયને આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે સ્થગિત કરાવી દીધો છે. 17 જુલાઈ, બુધવારે નેધરલેન્ડ્સના હેગ શહેરમાં કરેલી જાહેર સુનાવણીમાં 16-જજની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. પ્રમુખ જજ અબ્દુલકાવી એહમદ યુસુફ ચુકાદો વાંચી સંભળાવ્યો હતો અને પાકિસ્તાનને આદેશ આપ્યો હતો કે જાધવની સામેના આરોપ તથા એમને કરાયેલી ફાંસીની સજા વિશે તે ફેરવિચારણા અને સમીક્ષા કરે. ત્યાં સુધી જાધવની સજા સ્થગિત થયેલી રહેશે. આંતરરાષ્ટ્રીય કોર્ટનો આ ચુકાદો ભારતની રાજદ્વારી જીત તરીકે ગણવામાં આવે છે.


આંતરરાષ્ટ્રીય ન્યાય કોર્ટના પ્રમુખ જજ અબ્દુલકાવી એહમદ યુસુફ


આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાની એક કોપીની તસવીર


આંતરરાષ્ટ્રીય ન્યાય કોર્ટના પ્રમુખ જજ અબ્દુલકાવી એહમદ યુસુફ


આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતની લીગલ ટીમના સભ્યો
મુંબઈમાં કુલભૂષણ જાધવના મિત્રો દ્વારા ચુકાદાની ઉજવણી


મુંબઈમાં કુલભૂષણ જાધવના મિત્રો દ્વારા ચુકાદાની ઉજવણી


ભારતની લીગલ ટીમના વડા - સિનિયર ધારાશાસ્ત્રી હરિશ સાલ્વે


(ફાઈલ તસવીર) પાકિસ્તાનની જેલમાં પોતાને મળવા આવેલા પત્ની અને માતા સાથે વાત કરતા જાધવ


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]