એલફિન્સ્ટન ફૂટઓવર બ્રિજનું લોકાર્પણ…

ભારતીય લશ્કરના જવાનોએ ખૂબ જ ઓછા સમયમાં બાંધી આપેલા ફૂટઓવર બ્રિજની લોકાર્પણ વિધિ 27 ફેબ્રુઆરી, મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલે સંપન્ન કરી હતી. મુખ્ય પ્રધાન ફડણવીસ અને રેલવે પ્રધાન ગોયલ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનેથી લોકલ ટ્રેનમાં બેસીને પરેલ સ્ટેશને ગયા હતા અને નવા બાંધવામાં આવેલા ફૂટઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. લશ્કરના જવાનોએ મધ્ય રેલવેના પરેલ અને પશ્ચિમ રેલવેના એલફિન્સ્ટનને જોડતા ફૂટઓવર બ્રિજ ઉપરાંત કરી રોડ અને આંબિવલી સ્ટેશનો ખાતે પણ આવા ફૂટઓવર બ્રિજ બાંધી આપ્યા છે. એ પૂલોનું પણ આજે જાહેર જનતા માટે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]