મુંબઈ-દિલ્હી વચ્ચે નવી રાજધાની એક્સપ્રેસ શરૂ…

રેલવે પ્રધાન પીયૂષ ગોયલે 19 જાન્યુઆરી, શનિવારે મુંબઈમાં નવી રાજધાની એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી એની સફર શરૂ કરાવી હતી. આ ટ્રેન મધ્ય રેલવે દ્વારા દોડાવવામાં આવે છે. ઉદઘાટન પ્રસંગે ટ્રેનને ફૂલ-હારથી શણગારવામાં આવી હતી. આ ટ્રેન મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી હઝરત નિઝામુદ્દીન (દિલ્હી) વચ્ચે દોડશે. આ ટ્રેન સપ્તાહમાં બે વાર દોડાવવામાં આવશે. ટ્રેન ઉદઘાટન પ્રસંગે મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન વિનોદ તાવડે, રેલવેના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. મુંબઈ-દિલ્હી વચ્ચે આ બીજી રાજધાની એક્સપ્રેસ શરૂ કરાઈ છે. પહેલી રાજધાની ટ્રેન પશ્ચિમ રેલવેએ શરૂ કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]