ઈન્દુબહેન તારક મહેતાની પ્રાર્થનાસભા…

સુપ્રસિદ્ધ હાસ્યલેખક અને ‘ચિત્રલેખા’ની લોકપ્રિય કોલમ ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ના સર્જક ‘ચિત્રલેખા’ પરિવારના સ્વર્ગસ્થ સભ્ય તારક મહેતાનાં પત્ની ઈન્દુબહેનની પ્રાર્થનાસભા 20 જાન્યુઆરી, રવિવારે અમદાવાદમાં યોજવામાં આવી હતી. 74 વર્ષીય ઈન્દુબહેનનું ટૂંકી માંદગી બાદ અમદાવાદમાં આંબાવાડી વિસ્તારસ્થિત એમનાં નિવાસસ્થાને હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું હતું. (તસવીરોઃ મૌલિક કોટક અને ભરત ઘેલાણી)