મહાલક્ષ્મી એક્સપ્રેસના પ્રવાસીઓને ઉગારી લેવાયાં…

મુંબઈ નજીક મધ્ય રેલવે વિભાગ પર આવેલા બદલાપુર (થાણે જિલ્લા) ખાતે 26 જુલાઈ, શુક્રવારે રાતે લગભગ 9 વાગ્યાથી ભારે વરસાદને કારણે નજીકની ઉલ્હાસ નદીમાં પૂર આવતાં બદલાપુર અને વાંગણી સ્ટેશનોની વચ્ચે પાટા પર પાણી ફરી વળ્યાં હતાં. એને કારણે બંને સ્ટેશનો વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેન ફસાઈ ગઈ હતી, જે મુંબઈથી કોલ્હાપુર જઈ રહી હતી. ટ્રેનની બંને તરફ પાટા પર 3 ફૂટથી વધારે પાણી ભરાઈ ગયા હતા. ટ્રેનમાં એ વખતે 1,050 જેટલા લોકો હતાં. નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (NDRF)ના જવાનો, ઉપરાંત સ્થાનિક રહેવાસીઓ, ભારતીય હવાઈ દળના જવાનોએ તમામ પ્રવાસીઓને શનિવારે સવારે ઉગારી લીધાં હતાં.