GalleryEvents નેવી વીક-2022: બાળકોએ મુલાકાત લીધી યુદ્ધજહાજોની November 27, 2022 ભારતીય નૌકાદળ ‘નેવી વીક-2022’ની ઉજવણી કરી રહ્યું છે. 26-27 નવેમ્બર, એમ આ બે-દિવસીય કાર્યક્રમના ભાગરૂપે પશ્ચિમી કમાન્ડે મુંબઈસ્થિત નેવલ ડોક્યાર્ડ ખાતે તેના અનેક જહાજોનું નિરીક્ષણ કરવા માટે દેશભરમાં 20 જેટલી શાળાઓનાં 4,000 જેટલા વિદ્યાર્થીઓને આમંત્રિત કર્યા હતા. આ અવસરનો લાભ એનસીસી, સૈનિક સ્કૂલ્સ, રોટરી સંસ્થા સંચાલિત શાળાઓ, ખાનગી તથા સરકારી ક્ષેત્રની શાળાઓ તથા નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ, ઈન્ડિયા સંસ્થાનાં વિદ્યાર્થીઓએ નૌકાદળના જહાજોની મુલાકાત લીધી હતી અને નૌસૈનિકો દેશની દરિયાઈ સુરક્ષા જાળવવા કેવી કામગીરીઓ બજાવે છે તેની જાણકારી મેળવી હતી. મુલાકાતી વિદ્યાર્થીઓને ભૂમિ પરથી આકાશમાં છોડાતી તેમજ ભૂમિ પરથી ભૂમિ પર છોડાતી મિસાઈલો, ટોરપીડો, સબમરીન, વિમાન તથા અન્ય શસ્ત્રોનું પ્રદર્શન નિહાળવાનો મોકો પણ મળ્યો હતો.